મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી


SHARE







સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનનો ટેલિગ્રામથી સંપર્ક કરીને લોભામણી અને લલચામણી સ્કીમો આપવામાં આવી હતી અને અમુક રકમનું શેર બજારમાં રોકાણ કરાવ્યા બાદ યુવાનને લાભ કરાવ્યો હતો અને તે યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસે શેર બજારમાં વધુ રોકાણ કરાવ્યુ હતું જેમાં 1,11,99,751 રૂપિયાનો નફો થયો છે તેવી જાણ કરી હતી અને ત્યાર બાદ નફાની રકમ વિડ્રો કરવા માટે થઈને અલગ અલગ ટેક્સ, કમીશન અને ડોક્યુમેન્ટ ચાર્જના નામે યુવાન પાસેથી 50,14,603 રૂપિયા યુપીઆઇડીમા અને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરીને મંગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની સામેના ભાગમાં સીતારામ પેલેસ ફ્લેટ નંબર 102 માં રહેતા જતીનભાઈ ચતુરભાઈ કુંડારીયા (43) એ હાલમાં ટેલિગ્રામ યુઝર ટેલીગ્રામ યુઝર Kelly @Kelly8143, Samir Gupta @Samir0957, કસ્ટમર મેનેજર આઇ.ડી. @CM19915 અને તપાસમાં ખુલે તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ એકબીજાની સાથે મેળાપીપણું કરીને ગુનાહિત કાવતરું કર્યું હતું અને ફરિયાદીને ટેલિગ્રામ ઉપર ઓનલાઈન ટ્રેડિંગ કરી પૈસા કમાવા માટેનો મેસેજ આપ્યો હતો અને વાતચીત કરી લોભામણી અને લલચામણી સ્કીમો આપી હતી અને યુવાન સાથે વિશ્વાસ કેળવીને અમુક રકમનો લાભ કરાવી આરોપીઓએ યુવાનને વિશ્વાસમાં લીધો હતો

ત્યારબાદ તેની સાથે જુદાજુદા વ્યક્તિએ એજન્ટ તરીકે તથા આઇડી આપીને ફરિયાદી પાસેથી તારીખ 8/ 8/ 25 થી 7/ 11/ 25 દરમ્યાન ઓનલાઇન શેર બજારમાં રોકાણ કરાવીને તેને 1,11,99,751 રૂપિયાનો નફો થયાની જાણ કરી હતી. ત્યારબાદ ફરિયાદીને મળેલી નફાના રૂપિયા વિડ્રો કરવા અલગ અલગ ટેક્સ, કમિશન તથા ડોક્યુમેન્ટ ચાર્જના બહાને તેની પાસેથી 50,14,6003 રૂપિયા અલગ અલગ યુપીઆઇડી અને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરાવીને મેળવી લેવામાં આવ્યા હતા અને યુવાન સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News