મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 


SHARE









મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ શિવધારા કોમ્પલેક્ષની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં યુવાને પોતાનો ટ્રક મૂક્યો હતો દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તે ટ્રકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 32.50 લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં મોરબી નજીક ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશિપ ખાતે બ્લોક નંબર 202 માં રહેતા ટ્રાન્સપોર્ટર અલ્કેશભાઇ સવજીભાઈ વારા (38)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામની સીમમાં શિવધારા કોમ્પલેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં ફરિયાદીનો ટ્રક નંબર જીજે 13 એ એક્સ 0269 પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 32.50 લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાહેરનામાનો ભંગ

ટંકારા તાલુકાના પ્રભુનગર ગામે મકાન ભાડે આપવામાં આવ્યું હતું જો કે તે અંગેની મકાનમાલિક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ બાબભાઈ રહે. વવાણીયા તાલુકો માળીયા મીયાણા વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

દેશીદારૂનો 900 લિટર આથો

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 900 લિટર આથો તથા 10 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કુલ મળીને 34,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા આરોપી શોભનાબેન મુકેશભાઈ સુરેલા (25) રહે. ઇન્દીરાનગર મોરબી વાળાને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.




Latest News