હળવદનાં સરંભડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
મોરબીના ગાળા ગામે પેપર મીલમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
SHARE
મોરબીના ગાળા ગામે પેપર મીલમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ પેપર મિલમાં કામ દરમ્યાન ઇલેક્ટ્રિક શોટ લાગવાથી પરપ્રાંતિય મજૂરનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક આવેલી હરિકૃપા પેપરમીલમાં ગઈકાલ તા.૧૦-૧૨ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં કામ દરમિયાન રાજાભાઈ સોમલાલ યાદવ (૨૫) હાલ રહે.હરિકૃપા પેપરમીલ ગાળાના પાટીયા પાસે તા.જી.મોરબીને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો ત્યાંથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
ઉંદર મારવાની દવા પી જતા પરણિતાના સારવારમાં
મોરબીના વિશીપરામાં ડોક્ટર ચૌહાણના દવાખાના પાસે રહેતા હિરલબેન વિષ્ણુભાઈ ઓગણીયા નામની ૨૪ વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ઉંદર મારવાની દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાં હાલ બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી છે જેની તપાસ પીએસઆઈ પી.પી.ઝાલા ચલાવી રહ્યા છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હિરલબેનનો લગ્નગાળો પાંચ વર્ષનો છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાની લજાઇ ચોકડી નજીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અરવિંદ ચમનભાઈ વાંજા નામના ૩૫ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના વિરપર ગામના રહેવાસી ગંગાબેન ખીમજીભાઈ જીલરીયા નામના ૫૨ વર્ષીય આધેડ મહિલા ગામ નજીક બાઇકમાંથી પડી જતા તેઓને અહીંની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.