મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશે


SHARE







મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશે

મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.જેમાં ભટ્ટ પરિવારના સહ પરિવાર હાજરી આપી દર્શન તેમજ પ્રસાદનો લાભ લે છે.

આગામી શરદપૂનમ તા. 7/10 ને મંગળવારના હોય આ દિવસે આ આયોજનમાં યજમાન તરીકે મુળ બહાદુરગઢ નિવાસી હાલ મોરબી દિનેશભાઇ દયાશંકર ભટ્ટ, જીતુભાઈ દયાશંકર ભટ્ટ, લલીતભાઈ દયાશંકર ભટ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે?જ્યારે આ યજ્ઞ વિધીમાં લલીતભાઈ દયાશંકર ભટ્ટના પુત્ર વિદ્વાન શાસ્ત્રી હર્ષદીપભાઈ ભટ્ટ બેસવાના છે.તેમજ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજાવિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે.આ યજ્ઞના દાતા ચરીકેનો લાભ દિનેશભાઇ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, લલીતભાઈ ભટ્ટ અને તેના પરિવારે લીધેલ હોય સૌ ભટ્ટ પરિવારને દર્શન અને પ્રસાદ લેવા માટે તેઓેેએ પધારવા હ્રદયપૂર્વક આમંત્રણ આપેલ છે. આવતા વર્ષની શરદ પુનમમાં જેમને યજ્ઞ વિધીમાં બેસવાનુ હોય તેમણે નીચે આપેલ નામ નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવશે.તો ત્યારે જ જાહેરાત કરવામાં આવશે.તેમ સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.93274 99185) જે.પી. ભટ્ટ (મો.99254 51138) તથા દર્શનભાઈ ભટ્ટ (મોં.98982 42906) એ યાદીમાં જણાવેલ છે.






Latest News