મોરબીમાં છૂટાછેડા બાદ સમાધાન કરવાની ના પડતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો
મોરબીના યુવાનને આઈ 20 કાર આપવાનું કરીને કાર-24 ના નામે 4.35 લાખની છેતરપિંડી
SHARE







મોરબીના યુવાનને આઈ 20 કાર આપવાનું કરીને કાર-24 ના નામે 4.35 લાખની છેતરપિંડી
મોરબીમાં રહેતા યુવાનને કાર 24 કંપનીનું નામ આપીને આઈ 20 કાર આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આંગડિયા પેઢી મારફતે 4,35,000 મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાનને કાર આપવામાં આવી ન હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના વાઘપરા શેરી નં-6 માં રહેતા અને મજૂરી કામ કરતા ખોડીદાસભાઈ રમેશભાઈ પરમાર (32) નામના યુવાને અર્પિતકુમાર પટેલ નામના શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપીએ કાર 24 કંપનીનું નામ આપીને આઈ 20 કાર આપવાનું કહ્યું હતું અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ બિલ્વા કોમ્પ્લેક્સમાં વી પટેલ આંગડિયા પેઢી મારફતે 4,35,000 મેળવી લીધા હતા અને ત્યારબાદ યુવાનને કાર આપવામાં આવી ન હતી જેથી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરની અમરનાથ સોસાયટીમાંથી બાઈકની ચોરી
વાંકાનેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ ગોરધનભાઈ જોળીયા (32)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 4 સીએસ 2469 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
