મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ-આહીર સેના દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન: ઉમિયા આશ્રમે ધૂન-ભજન યોજાશે


SHARE













મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ-આહીર સેના દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન: ઉમિયા આશ્રમે ધૂન-ભજન યોજાશે

મોરબીમાં શરદ પૂર્ણિમા નિમિતે જુદાજુદા સ્થળે જ્ઞાતિ સમાજ દ્વારા રાસોત્સવના આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ અને આહીર સેના દ્રારા શરદોત્સવ શરદ પૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન કરાયું છે જયારે મોરબીમાં આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌ શાળા ખાતે શરદ પૂર્ણિમાં નિમિતે ધુન-ભજન-કિર્તન અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે

મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આગામી તા 6 ના રોજ શરદોત્સવ રાતે 9:00 કલાકે કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે અને આ કાર્યક્રમમાં મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો તેમજ જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સાથે ઉપસ્થિત રહી શરદપૂર્ણિમાના આ પાવન પર્વને રાસોત્સવમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ યુવા ગૃપ પ્રમુખ ઉદયભાઈ જોષી, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ તેમજ વિજયભાઈ રાવલ સહિત સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આહીર સેના દ્રારા શરદોત્સવ
રાજાધિરાજ દ્વારકાધીશના પ્રમુખ સ્થાને તથા આહીર સમાજની લાગણી અને માંગણીને ધ્યાને લઈ તા.7 ને મંગળવારે શરદપુનમના દિવસે બહુચર પાર્ટી પ્લોટ, નવલખી રોડ, મોરબી ખાતે રાસોત્સવનું આયોજન કરાયું છે. અને આહીર સમાજનાં આંગણે, આસ્થાની અભિવ્યક્તિના અણમોલ અવસરે આવવા માટે સમાજના તમામ લોકોને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે આહીર સેનાનો મો. 9979172143 અથવા 9624448311 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

મોરબી ઉમિયા આશ્રમ
મોરબીમાં શનાળા રોડે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌ શાળા દ્રારા શરદ પૂર્ણિમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 6 ના રોજ સાંજે 4 કલાકેથી ધુન-ભજન-કિર્તનનું આયોજન કર્યું છે અને ત્યાર બાદ મહાપ્રસાદ સાંજે 7 વાગ્યે રાખવામા આવેલ છે જેથી તેનો લાભ લેવા માટે વ્યવસ્થાપક દેવેન્દ્રસિંહ સજુભા જાડેજા અને મહંત નિરંજનદાસજી મહારાજે આમંત્રણ આપ્યું છે.




Latest News