મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો
SHARE







મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૪૯ કેમ્પમાં કુલ ૧૩૮૯૭ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.
મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં કેમ્પ યોજાયો હતો જેનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા હતા. આ કેમ્પ તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે મોતીબેન હરખજીભાઈ દેત્રોજા, તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા, મંજુલાબેન તરશીભાઈ દેત્રોજા, જયેશભાઈ તરશીભાઈ દેત્રોજા, અસ્મીતાબેન જયેશભાઈ દેત્રોજા, હીરેનભાઈ તરશીભાઈ દેત્રોજા, ભૂમિકાબેન હીરેનભાઈ દેત્રોજા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
