મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઋષિ ભૂમિ ટંકારાના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે


SHARE









ઋષિ ભૂમિ ટંકારાના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે

બદલાતી જતી અતિઆધુનિક લાઈફ-સ્ટાઈલ અને બગડતું જતું ખાન-પાન યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ અને અનિંદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. પરંતુ આપણા ઋષિ મુનીઓ થકી આપણને વારસામા મળેલ અમુલ્ય ભેટ એટલે યોગ. જેના દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારિરીક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતીને પામી શકે છે. જે હેતુસર ઋષિ ભૂમિ ટંકારાના આંગણે તા 13,14 અને 15 ઓક્ટોબરના રોજ  સવારે 6 થી 6 સુધી ખજુરા રિસોર્ટ, રાજકોટ મોરબી હાઇવે, ટંકારા ખાતે યોગોત્સવ રાખવામાં આવેલ છે. આ યોગોત્સવ પ્રસંગે ખાસ દેવભૂમિ હરિદ્વારથી ઋષિભૂમિ ટંકારાના આંગણે પધારશે પૂજ્યા સાધ્વી દેવાદિતીજી. તેમજ મોરબી જિલ્લા અને ટંકારાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ યોગોત્સવ સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે. જેથી મોરબી જિલ્લાની તમામ લોકોને તેનો લાભ લેવા યોગ ટીમ ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે અને નામ નોંધણી 9558926180 અને 9687442735 ઉપર કરાવી શકાશે.




Latest News