મોરબી નજીકના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞ-મહાપ્રસાદ યોજાયો
મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે વિધાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે વિધાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
મોરબીની પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈના નેતૃત્વમાં આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે હર હમેશ અગ્રણી રહેવાની સાથે સાથે અભ્યાસ સિવાયની વિધાર્થી ઘડતરલક્ષી પ્રવૃતિના આયોજન થકી વિધાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેઓના જીવન અને કારકિર્દીને એક નવી દિશા મળે તેવા ઉમદા હેતુસર જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી-મોરબી, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ-મોરબી ના સયુંકત ઉપક્રમે મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અતિથી તરીકે જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ દિનેશ વિડજા, સેક્રેટરી પીયુષ સાણજા, ખજાનચી કમલેશ પનારા તેમજ લાયન્સ કલબના વરિષ્ઠ સભ્ય કે.પી.ભાગીયા, સજનપર પ્રા.શાળાના આચાર્ય અલ્પેશ પુજારા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મુખ્ય વક્તા તરીકે વક્તા પ્રતિકભાઈ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા.યોગ્ય અને સમયસર લીધેલ નિર્ણયો, દ્રઢ સંકલ્પશક્તિ અને માનસિક સ્થિરતા દ્વારા કઈ રીતે સફળ કારકિર્દીનું નિર્માણ કરી શકાય, કારકિર્દી ઘડતરમાં મુંજવતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કઈ રીતે કરી શકાય વગેરે જેવા વિધાર્થી જીવનને સ્પર્શતા મુદાઓ વિષે રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી. અંતમાં વિધાર્થીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન પ્રો.મનહર શુદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા દ્વારા સમાપન વિધિ કરવામાં આવી હતી.સેમિનારમાં કોલેજના વિવિધ ફેકલ્ટીના વિધાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રાધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
