મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો
હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી
SHARE







હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી
હળવદના નવા ઇસનપુર ગામે મંગળવારે કૃષિ મહોત્સવનો ઉદઘાટન સમરોહ રાખવામા આવેલ હતો જેમાં ભાજપના હળવદના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને ત્યારે ગામના મહિલા સરપંચના પતિને સ્ટેજ ઉપર બેસાડવામાં આવેલ ન હતા તેવામાં કોંગ્રેસનાં શહેરના પ્રમુખ સહિતનાઓએ ત્યાં આવીને સ્ટેજ ઉપર બેસવા બાબતે બઘડાટી બોલાવી હતી અને સ્ટેજ ઉપર માથાકૂટ કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હાલમાં સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ ઉપર વિકાસ સપ્તાહની ઉજવણી સહિતના જુદા જુદા કાર્યક્રમો યોજાય છે ત્યારે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મંગળવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો અને તેમાં હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા તે ઉપરાંત ભાજપના તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સભ્યો અને મહિલા સભ્યોના પતિ ત્યાં હાજર રહ્યા હતા અને સ્ટેજ ઉપર બેઠેલ હતા જો કે, નવા ઇસનપુર ગામના મહિલા સરપંચના પતિને સ્ટેજ ઉપર બેસાડવામાં આવેલ ન હતા જેથી શહેર કોંગ્રેસના તાલુકાના પ્રમુખ ગોપાલભાઈ દોરેલા સહિતનાઓ દ્વારા ત્યાં સ્ટેજ ઉપર જઈને ધબધબાટી બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને સ્ટેજ ઉપર બેસવા બાબતે માથાકૂટ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
આ બાબતે નવા ઇસનપુરના મહિલા સરપંચના પતિ પરમાર ધીરજભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે અધિકારીઓનો ફોન આવ્યો હતો કે, ચૂંટાયેલા સભ્યોને સ્ટેજ ઉપર બેસવાનું છે જો કે, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્યોના પતિ ત્યાં સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા હતા અને સરપંચના પતિ તરીકે તેઓને સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા ન હતા અને આ બાબતે તેઓએ વિરોધ કર્યો હતો પરંતુ કોંગ્રેસના શહેરના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં આવ્યા હતા અને તેઓએ આ બાબતનો વિરોધ કર્યો હતો આ બાબતે હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કંઝારીયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયોજિત કૃષિ મહોત્સવનો કાર્યક્રમ નિષ્ફળ જાય તેના માટેના પ્રયત્નો કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો અને કોઈ મુદ્દો ન હોવાથી સ્ટેજ ઉપર બેસવા બાબતનો મુદ્દો બનાવવામાં આવેલ હતો.
જયારે હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ ગોપાલભાઈ દોરેલાએ જણાવ્યુ હતું કે, નવા ઇસનપુર ગામે જે સરકારી કાર્યક્રમ હતો તે જાણે ભાજપનો કાર્યક્રમ હોય તેઓ માહોલ જોવા મળતો હતો અને ચૂંટાયેલા મહિલા સભ્યોના બદલે તેઓના પતિ ત્યાં સ્ટેજ ઉપર બેઠા હતા જોકે ગામના મહિલા સરપંચના પતિને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું ન હતું જેથી આ બાબતનો વિરોધ કરવામાં આવેલ હતો અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો ત્યારે તેઓને પણ સ્ટેજ ઉપર બેસવા માટે કહ્યું હતું જો કે, કોંગ્રેસના આગેવાનોએ સ્ટેજ ઉપર નહીં પરંતુ નીચે બેસીને ધરણા કરીને વિરોધ કર્યો હતો અને સરકારી કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ ન બનાવે તેવી માંગ કરી હતી. ત્યાર બાદ ચાલુ કાર્યક્રમમાં જ મહિલા સભ્યોના પતિ ઉપર બેઠા હતા તેઓને સ્ટેજ ઉપરથી નીચે બેસાડવામાં આવેલ હતા. તેવું શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું છે. અને ભવિષ્યમાં જો આવી રીતે કોઈપણ જગ્યાએ સરકારી કાર્યક્રમમાં ચૂંટાયેલા મહિલા સભ્યોના બદલે તેમના પતિઓને બેસાડવામાં આવશે તો વિરોધ કરવામાં આવશે તેવું પણ ચીમકી ઉચ્ચારી છે.
