મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.!
મોરબી વિશ્વ હિન્દુ પરિષદની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી પીછો કરતા વાહન પલ્ટી જતા ૨૯ માંથી ૭ પશુના મોત
SHARE
મોરબી વિશ્વ હિન્દુ પરિષદની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી પીછો કરતા વાહન પલ્ટી જતા ૨૯ માંથી ૭ પશુના મોત
મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને મળેલ બાતમી આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી અને મોરબી નજીક વોચ ગોઠવતા ટ્રક ચાલકે પોતાની ટ્રક મારી મુકતા ગૌરક્ષકોએ પીછો કરતા ટંકારા નજીક પશુ ભરેલ ટ્રક રીવર્સમાં લેતા પલ્ટી મારી જતા તેમા ભરેલ ૨૯ પશુ પૈકી ૭ પાડાના મોત નિપજયા હતા.બાદમાં ગૌરક્ષક દ્રારા ભાગી છુટેલ ટ્રક ચાલક સામે પોલીસમાં ફરીયાદ નોંધાવાતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
કચ્છ તરફથી આવતી ટ્રકમાં પશુઓને ખીચોખીચ ભરીને કતલખાને લઇ જઇ રહાયા હોવાની મોરબી ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી જેથી ગૌરક્ષકોની ટીમે શનાળા ચેકપોસ્ટ પાસે નાકુ દબાવ્યુ હતુ જોકે ટ્રક ચાલકને વાહન અટકાવવા ઇશારો કરવા છતા તે ઉભો રહ્યો ન હતો અને મોરબીથી ટંકારા બાજુ વાહન મારી મુકયુ હતુ અને ધ્રોલના રસ્તે જતો હતો ત્યારે ગૌરક્ષકોની ટીમે પીછો કરતા અને ટંકારા પોલીસને જાણ કરતા ટંકારા પોલીસે લતીપરના રસ્તે રોડની આડે બીજો ટ્રક ઉભો રાખી દીધો હતો જેથી કરીને પશુ ભરીને જતી ટ્રક ત્યાંથી આગળ નીકળી શકે તેમ ન હોય તેના ચાલકે ફુલ સ્પીડમાં ફિલ્મિઢબે રીવર્સ લેવા જતા ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને પશુઓ ભરેલું વાહન રોડની સાઇડમાં ઉતરી ગયું હતું જેથી કરીને તે ટ્રક પલ્ટી મારી ગઈ હતી જે બનાવ બાદ ટ્રક માલિક અને ડ્રાઈવર ફરાર થઇ ગયા હતા પોલીસ અને ગૌરક્ષકોએ ચેક કરતા વાહનમાં કુલ ૨૯ પશુ ભરેલા જોવામાં આવ્યા હતા જે પૈકી વાહન પલ્ટી જવાના બમાવમાં ૭ પાડાના મોત નિપજયા હતા.વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કમલેશ બોરીચા, મોરબી ગૌરક્ષક ટીમના ચેતનભાઈ પાટડીયા, હિતરાજસિંહ, મનીષભાઈ કણઝારીયા, કૃષ્ણભાઈ રાઠોડ, ટંકારા ગૌરક્ષક ટીમના સંદીપભાઈ ડાંગર, બાબુભાઈ રબારી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.કમલેશ બોરીચાએ ટંકારા પોલીસ મથક ખાતે પશુ ભરેલ વાહનના માલિક અને ડ્રાઇવર તથા સંડોવાયેલા તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.