દર્દીની શ્રેષ્ઠ સારવાર કેવી રીતે આપવી..? : મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબીના અદેપર પાસે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને પાઇપ વડે માર માર્યો
SHARE
મોરબીના અદેપર પાસે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને પાઇપ વડે માર માર્યો
મોરબી તાલુકાના અદેપર ગામથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ વડે હાથે, માથામાં તેમજ પીઠના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અદેપર ગામે રહેતા મહેશભાઈ મોમૈયાભાઇ ખટાણા જાતે રબારી (ઉંમર ૪૨) એ હાલમાં પંચાસિયા ગામે રહેતા નવઘણભાઈ કરસનભાઈ ગરચરની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અગાઉ તેઓને નવઘણ સાથે ઝઘડો થયો હતો તે બાબતની અદાવત રાખીને તેને અદેપર ગામથી નવાગામ તરફ જવાના રોડ ઉપર તેઓ પોતાનું બાઇક લઈને હતા હતા ત્યારે નવઘાણે તેને ઉભો રાખ્યો હતો ત્યારે તેને ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઈપથી જમણા હાથની કોણીને નીચેના ભાગમાં, માથાના ભાગે અને પીઠના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા મહેશભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે