મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

દર્દીની શ્રેષ્ઠ સારવાર કેવી રીતે આપવી..? : મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







દર્દીની શ્રેષ્ઠ સારવાર કેવી રીતે આપવી..? : મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીક અને એપલ હોસ્પીટલને છ વર્ષ પૂર્ણ થતા આયોજન

મોરબી શહેરમા છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત અને વિવિધ એવોર્ડ મેળવનાર સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકનું છ વર્ષ પહેલા ડો.જયેશભાઈ સનારીયા દ્વારા શહેરની એપલ હોસ્પીટલમા સ્થળાંતર કરવામા આવ્યુ હતુ.સ્પર્શ ક્લીનીકને એપલ હોસ્પીટલમા છ વર્ષ પૂર્ણ થતા છઠી વર્ષગાંઠ નિમિતે દર્દીઓની ઉત્કૃષ્ઠ સારવાર કઈ રીતે કરવી..?, દર્દી તેમજ તેમના સગા સાથે કઈ રીતે વર્તન કરવું..? દર્દીની સારવાર દરમિયાન શુ કાળજી રાખવી..? સારવાર બાદ સમયાંતરે સંપર્ક કરી આરોગ્ય વિષયક માર્ગદર્શક પૂરું પાડવું અને આજના હરીફાઈના જમાનામાં સારા માણસ કઈ રીતે બનવું? તે વિષય ઉપર અમદાવાદની રિજુવા એસથેટીકા હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ.અર્થ શાહ દ્વારા સેમિનાર આયોજીત કરવામા આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના નાયબ કલેકટર એન.કે.મુચ્છાર ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્શ ટીમના દરેક સભ્યોને અલગ-અલગ સિધ્ધી બદલ એવૉર્ડ આપી સન્માનિત કર્યાં હતા. આજના ભાગદોડના સમયમાં પોતાના અને આધ્યાત્મિક વિકાસ માટે સમય કાઢીને સમાજને મહત્તમ મદદ કઈ રીતે કરી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.તદઉપરાંત સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકના ડાયરેક્ટર ડો.જયેશ સનારીયા તથા ડો.મનીષ સનારીયા(બાળરોગ નિષ્ણાંત ) દ્વારા બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ યર-૨૧ નો એવોર્ડ કાજલ બોખાણી તથા ત્રિભોવનભાઈ રાંકજાને એનાયત કરવામા આવ્યો હતો.આ પ્રસંગે મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડૉ.જયદીપ કાચરોલા પણ હજાર રહયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં બેસ્ટ ક્લીનીકનો એવોર્ડ મેળવનાર સ્પર્શ ક્લીનીક દ્વારા સ્કીન,વાળ, કોસ્મેટીક, લેસર તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન તેમજ ઉત્કૃષ્ઠ સારવાર છેલ્લા ૧૪ વર્ષથી કરવામાં આવી રહી છે.આ તકે ડો.જયેશ સનારીયા તથા ડો.શિતલ સનારીયા દ્વારા લોકોએ તેમના ઉપર મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News