વાંકાનેર તાલુકાનાં પીપળીયા રાજ ગામ પાસે નશાની હાલતમાં કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી
SHARE
વાંકાનેર તાલુકાનાં પીપળીયા રાજ ગામ પાસે નશાની હાલતમાં કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી
વાંકાનેર તાલુકાનાં પીપળીયા રાજ ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલ હતો અને નશાની હાલતમાં કાર લઈને નીકળેલા શખ્સે રિક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં રીક્ષામાં નુકશાન થયું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન્મા ફરજ બજાવતા વિજયભાઈ ડાંગરે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવિન હસમુખભાઈ દવે રહે. અયોધ્યા ચોક પાસે, રાજકોટ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, પીપળીયા રાજ ગામના સરપંચ ઈલ્મુદીન દેકાવાડીયાએ ટેલિફોનિક જાણ કરી હતી કે, તેઓના ગામ પાસે બલેનો કારના ચાલકે રિક્ષાને ટક્કર મારીને અકસ્માત કર્યો છે. જેથી પોલીસ સ્થળ ઉપર ગયેલ હતી અને પીપળીયા રાજ ગામથી મીતાણા તરફ જવાના રસ્તા ઉપર લોકો અકસ્માત સ્થળે એકત્રિત થયા હતા. અને જે બલેનો કારના ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લીધેલ હતી તેનું નામ ભાવિન દવે હોવાનું સામે આવ્યું હતું અને તેને કેફી પીણું પીધેલ હતરું જેથી કરીને કાર નંબર જીજે 6 પીઈ 5672 ના ચાલક સામે નશાની હાલતમાં પુરઝડપે કાર ચલાવી અકસ્માત સર્જવા અંગેનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.