વાંકાનેર તાલુકાનાં પીપળીયા રાજ ગામ પાસે નશાની હાલતમાં કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી
મોરબીના રવાપર ઘુનડા રોડે કાર ચાલક પાણીમાં ખાબકી
SHARE
મોરબીના રવાપર ઘુનડા રોડે કાર ચાલક પાણીમાં ખાબકી
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરથી કાર ચાલક તેની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર કારના સ્ટેરીંગ ઉપરથી તેણે કાબુ ગુમાવતા કાર બાજુમાં ભરાયેલ પાણીમાં ખાડામાં ખાબકી હતી અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ ઉપર પહોંચીને કારને પાણીમાંથી બહાર કાઢી હતી.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી ફાર્મની બાજુમાંથી દીક્ષિત પટેલ નામના વ્યક્તિ પોતાની એક્સયુવી 700 કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કારના સ્ટેરિંગ ઉપરથી કોઈપણ કારણોસર તેણે ગુમાવી દીધો હતો જેથી રોડ સાઇડમાં ભરાયેલ પાણીના ખાડામાં ઉતારી ગઈ હતી અને આ બનાવ અંગેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ પાણીમાં પડેલ કારને બહાર કાઢવા માટેની કામગીરી કરી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી કાર લઈને પસાર થઈ રહેલ યુવાન પણ કાર પાણીમાં ઉતારી ત્યાર પહેલા જ દરવાજો ખોલીને કારમાંથી નીચે ઉતારી ગયો હતો જેથી તેણે પણ કોઈ ઇજા થયેલ નથી. તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી આપેલ છે. જો કે, આ બનાવ કઈ રીતે બન્યો હતો તે અંગેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી થયેલ નથી.









