મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે
મોરબી જીલ્લામાં 1 નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ બંધ: FPS એસો.એ જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન પાઠવ્યું
SHARE
મોરબી જીલ્લામાં 1 નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ બંધ: FPS એસો.એ જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન પાઠવ્યું
મોરબી સહિત ગુજરાતનાં સસ્તા અનાજની દુકાનાના દુકાનદારોની પડતર માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવેલ છે અને અનેક રજૂઆત કરવા આવી છે તો પણ કોઈ નિવારણ આવ્યું નથી જહતી કરીને નવેમ્બર 2025 માં જથ્થાના ચલણ નહિ ભરવા અને 1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવાનું એલાન કરવામાં આવ્યું છે અને તેને લઈને મોરબી જીલ્લા FPS એસો. દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા FPS એસો. દ્વારા જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, અગાઉ તેઓના રાજ્ય કક્ષાના એસો. દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરેલ છે જો કે, તેઓની વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓને ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી કરીને દુકાનદારો હેરાન છે અને ખાસ કરીને તેઓના કમીશન દરમાં વધારો, ઈ-પ્રોફાઈલ તકેદારી, સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બીલ બને, સમિતિના સભ્યોના 80 ટકા બાયોમેટ્રિક વેરીફીકેશનનો પરિપત્ર રદ કરવા, સમયસર કમિશ્નરની ચુકવણી અને ટેકનીકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણને લાગણી માંગણીઓ કરવામાં આવેલ છે જો કે, તેનો નિવેડો કેમ લઈ આવતા નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસો. અને ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસો. દ્વારા સંયુક્ત રીતે નિર્ણય કરીને પડતર માંગણીઓનું નિરાકરણ ન આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરેલ છે. જે નિર્ણયના ભાગરૂપે નવેમ્બર 2025 માં માલના જથ્થાના ચલણ નહિ ભરવા અને તા. 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવાનું નક્કી કરાયું છે જેથી આ અસહકાર આંદોલન શરુ કરવાની જાણ મોરબી FPS એસો.ના હોદેદારો અને દુકાનદારોએ આવેદનપત્ર આપ્યું હતું.









