અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ડિસેમ્બર મહિનામાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે


SHARE









મોરબીમાં ડિસેમ્બર મહિનામાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે

મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ છે કે, મોરબીમાં તા. 28/12 ને રવિવારના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે.

મોરબીના ઉદ્યોગપતિ, વેપારી, સમાજના શ્રેષ્ઠીઓ, કલાપ્રેમી લોકો, પત્રકારો તથા મીડીયાના સહકારથી ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક લાલજીભાઈ મહેતા દ્વારા છેલ્લા વીસ વર્ષેથી મોરબી શહેરમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે. તેમાં પાંચ વર્ષથી લઈને પચ્ચાસ વર્ષની દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધકને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે, તથા નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકને શીલ્ડ તથા પ્રમાપપત્ર સાથે સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો ભાગ લેવા આવે છે અને મોરબીની કલાપ્રેમી જનતા આ કાર્યક્રમ જોવા ઉત્સુક હોય છે. દરેક સ્પર્ધક તથા તેની સાથે આવેલ પેરેન્ટસને વીના મુલ્યે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી ફિલ્મના પ્રોડયુસર, ડાયરેકટરઓ અને કલાકારો આવે છે. આ ડાન્સ કોમ્પીટીશનના ફોર્મ તા.૧/૧૧ ના રોજ થી સવારે ૧૦ વાગ્યાથી ૧૧૬, ટ્રેડ સેન્ટર, વી.સી.હાઇસ્કૂલ પાછળ મોરબીથી ફોર્મ મળી શકશે. વધારે માહિતી માટે ડાન્સ કોમ્પીટીશન પ્રોગ્રામના ઓગ્રેનાઈઝર રામભાઈ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮) અથવા પ્રતિકભાઈ મંડીર (૬૩૫૬૨ ૬૨૬૨૫) નો સંપર્ક કરવા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવેલ છે.




Latest News