મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ


SHARE









મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

મોરબી જીલ્લાની સરકારી આઈટીઆઈમાં મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના એન.સી.વી.ટી, જી.સી.સી.ટી પેટર્નના કોર્ષ-વ્યવસાયોમાં પ્રવેસશત્ર ઓગસ્ટ-૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે જેમાં પ્રવેશ મેળવવા માટે સાતમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઓનલાઇન ભરેલા ફોર્મ આઈટીઆઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૩૧-૧૨ છે.

પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  અથવા ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ.૨૦ ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે લાવવાની રહેશે.આઈટીઆઈમાં પ્રવેશ માટે તા.૩૧-૧૨ સુધી સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી પ્રવેશ કાર્યવાહી તથા માર્ગદર્શન મળશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧૦૦૬૩૮ અથવા ૯૭૧૨૧૫૭૪૧૭ ઉપર સંપર્ક કરવો.ઉમેદવારે ધો.૮ થી ૧૦ ની માર્કશીટ, પ્રયત્નનો દાખલો, શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય), આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબૂક પેલા પાનાની ઝેરોક્ષ, આવકનો દાખલો, બી.પી.એલ (જો લાગુ પડતું હોય) જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવ્યું છે.




Latest News