મોરબી : વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતો યુવાન કોરોનાગ્રસ્ત, સારવારમાં
SHARE









મોરબી : વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતો યુવાન કોરોનાગ્રસ્ત, સારવારમાં
મોરબી જીલ્લાના વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.હાલ જાણવા મળતી વિગતો મુજબ યુવાન ધંધાદારી હોય અને એકથી વધુ જિલ્લાઓમાં તેની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળે છે.જો કે યુવાન ગુજરાત બહાર કયાંય ગયેલ નથી છતાં પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને વધુ ચોંકાવનારી વાતએ છે કે યુવાને કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. નોંધનીય છેકે અગાઉ ૯-૧૦ નવેમ્બરમાં કુલ ત્રણ પોઝીટીવ કેશ આવ્યા બાદમાં તા.૨૪ નવેમ્બરના રોજ એક પોઝિટિવ કેશ આવ્યો હતો.અગાઉના ચાર લોકો પોઝિટિવ હતા જે તમામ તાજા થઇ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે. હાલ આજે આવેલ વાંકાનેર સીટી વિસ્તારના યુવાનને સારવારમાં ખસેડીને તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાનું શરૂ કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં વાંકાનેર શહેરી વિસ્તારમાં ૨૧ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.દર્દીએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધેલ છે છતાં કોરોની પોજીટીવ આવેલ છે.જોકે હાલ કોરોનાગ્રસ્ત યુવાનની તબિયત એકદમ સ્થિર છે.દર્દીની ધંધાદારી યુવાન હોય અને ધંધાના કામકાજને લઇને તે છેલ્લા ૧૦ દિવસમાં રાજકોટ, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફરી કરી હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે.જોકે દર્દી ગુજરાત બહારની અન્ય કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
