મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી: સ્વસ્થ જમીન અને ઓછા ખર્ચની દિશામાં એક પગલું લઈ રવિ સિઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ


SHARE







મોરબી: સ્વસ્થ જમીન અને ઓછા ખર્ચની દિશામાં એક પગલું લઈ રવિ સિઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ

ખરીફ સીઝન બાદ હવે ખેતીમાં રવિ સીઝન શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળામાં ખેડૂતો ઘઉં, જીરું, ચણા જેવા મહત્વના રવિ પાકોનું વાવેતર કરે છે. જો આ પાકોમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવવામાં આવે તો ઉપજમાં સુધારો થવા સાથે જમીનની ઉર્વરતા અને સ્વાસ્થ્ય લાંબા ગાળે જળવાઈ રહે છે.


પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવા વાવેતર પહેલા બીજને બીજા અમૃતનો પટ આપી વાવેતર કરવું જેથી બીજની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ ઝડપી અને એકસરખું અંકુરણ થાય છે. પાયાના ખાતર તરીકે જમીનમાં ઘન જીવામૃત આપવાથી છોડને શરૂઆતથી જ પોષક તત્વો મળે છે અને પાકની વૃદ્ધિમાં સારો એવો વધારો થાય છે. પાકની વૃદ્ધિના સમયે નિયમિત અંતરે જીવામૃતનો છંટકાવ અથવા પિયત સાથે તેનો ઉપયોગ કરવાથી છોડ વધુ તંદુરસ્ત અને રોગ-જીવાત મુક્ત બને છે. વાત કરીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓની તો, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને ઉપજમાં ગુણાત્મક સુધારો જોવા મળે છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે જેથી સ્વસ્થ પાક, સ્વચ્છ ખોરાક અને સંતુલિત પર્યાવરણ મળી રહે છે. તો ચાલો આ રવિ સિઝનમાં કુદરત સાથે સમન્વય સાધી પ્રાકૃતિક ખેતી અપનાવીએ, જળ જમીન અને પર્યાવરણની જાળવણી કરીએ.





Latest News