ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન

મોરબી જીલ્લામાં વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે વિવિધ સ્પર્ધાત્મક રમતોનું આયોજન કરાયું છે.

મોરબીના વાઘપરામાં આવેલ સતવારા જ્ઞાતિ વાડીમાં આગામી તા 31 જુલાઈને શુક્રવારના રોજ રાતે 9:00 થી 12:00 વાગ્યા સુધી રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસ ગરબા ઉપરાંત લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, સંગીત ખુરશી, ત્રણ પગી દોડ સહિતની રમતો પણ રમાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને સ્પર્ધાત્મક રમતોમાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ અગાઉથી પોતાનું નામ નોંધાવી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ કાર્યક્રમમાં ફક્ત બહેનો જ આવી શકશે. અને તમામ બહેનોએ ભારતીય પરંપરાગત વેશભૂષામાં આવવાનું રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બહેનો માટે નાસ્તાની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. વધુ માહિતી માટે આરતીબેન ઝાકાસણીયા (9978294086), દેવાંગીબેન વ્યાસ (94849 65667) અને ધારાબેન હીરાણી (94294 71365)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News