મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં કમલમ કાર્યલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે: પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ પણ યોજાશે


SHARE









મોરબીમાં કમલમ કાર્યલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે: પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ પણ યોજાશે

મોરબીના સનાડા ગામ પાસે કમલમ કાર્યાલય તૈયાર થઈ ગયું છે ત્યારે આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કમલમ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે જેમાં સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહેશે

સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં અધ્યતન સુવિધાઓ સાથેના કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યા છે ત્યારે મોરબી નજીકના સનાળા ગામ ખાતે જે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેના ઉદ્ઘાટન પ્રસંગે આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબી આવી રહ્યા છે અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે થઈને અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કાલે શનિવારે બપોરે પોણા બે વાગ્યે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ઉમા હોલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે બિરસા મુંડાની 150 ની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંબોધન કરવાના છે તેને ભાજપ પરિવારના લોકો હાજર રહીને સાંભળશે અને ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે અને ભાજપ પ્રદેશ યુવા મોરચાના યુવા પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિતનાઓ હાજર રહેશે.




Latest News