ટંકારાના લજાઈ નજીક કારખાનાનો લોખંડનો દરવાજો માથામાં લાગતા ઈજા પામેલા બાળકનું મોત
SHARE
ટંકારાના લજાઈ નજીક કારખાનાનો લોખંડનો દરવાજો માથામાં લાગતા ઈજા પામેલા બાળકનું મોત
ટંકારાના લજાઈ ગામે નસીતપર રોડ ઉપર આવેલ કારખાનામાં પાંચ વર્ષનો બાળક રમતો હતો ત્યારે તેને માથાના ભાગે લોખંડનો દરવાજો લાગતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીકળતા તે બાળકનું મોત નીપજયું હતું જે બનાવની મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે નસીતપર રોડ ઉપર આવેલ મારુતિ પ્લાસ્ટિક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રગનભાઈ સમરીયાભાઈ ડાવર (35) નો પાંચ વર્ષનો દીકરો સંદીપ ડાવર કારખાનામાં રમતો હતો ત્યારે રમતા રમતા તે કોઈ કારણોસર લોખંડના દરવાજા સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે બાળકને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.