માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત
SHARE
માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત
માળીયા (મી)ના નવાગામની સીમમાં આવેલ કુવામાં કોઈ કારણોસર યુવાન પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા (મી)ના કોળીવાસમાં રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (40) નામનો યુવાન કોઈ કારણોસર માળીયા મિયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કુવામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત
ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં ભાણજીભાઈ બારૈયાની વાડીના કુવામાં પડી જવાથી જયદીપભાઇ મહેશભાઈ ભાભોર (12) નામના સગીરનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતા મહેશભાઈ ભાભોર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક બાળક બનાવના દિવસે બપોરે 11:00 વાગ્યાના અરસામાં રમતા રમતા વાડીના કૂવાના કાંઠે ચડીને ત્યાં આવેલ વાડીની ઓરડી ઉપર ચડવા જતો હતો ત્યારે અકસ્માતે ઓરડીની પારાપેટની ઈંટ નીકળી જતા તે પાણી ભરેલા કૂવામાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.