હળવદના શિવપુર ગામ નજીક સ્કોર્પિયોના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
હળવદના શિવપુર ગામ નજીક સ્કોર્પિયોના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરના જામસર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતો યુવાન બાઈક લઈને શિવપુર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચેપાકુવાથી સહેજ આગળના ભાગમાં સ્કોર્પિયો કારના ચાલકે બાઈકને હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને માથામાં તથા પગે ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનને સારવારમાં ખસેડાવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર તાલુકાના જામસર ગામે કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા કિશનભાઇ રમેશભાઈ દંતેસરીયા (27) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્કોર્પિયો કાર નંબર જીજે 36 ટી 1477 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ચેપાકુવાથી સહેજ આગળના ભાગમાં શિવપુર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ફરિયાદીનો ભાઈ મેહુલભાઈ રમેશભાઈ દંટેસરિયા બાઈક નંબર જીજે 36 એચ 9116 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્કોર્પિયો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથામાં તથા પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો ગાડીને ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.