માળિયા (મી) ના રોહીશાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
SHARE
માળિયા (મી) ના રોહીશાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
માળિયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે રાજેશભાઈ છગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા જયંતીભાઈ નાયકની 16 વર્ષની દીકરી વાણશીબેન નાયક એ ગત તારીખ 4/11 ના રોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં પોતે પોતાની જાતે વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ જેતપર સીએચપી ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન તારીખ 15/11 ના રોજ મોત નીપજ્યું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે