વાંકાનેરના સરતાનપર રોડે સેપલ કારખાનાં વેલ્ડિંગ કરતા નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
ટંકારા વિધાનસભા વિસ્તારમાં માજી મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ
SHARE
ટંકારા વિધાનસભા વિસ્તારમાં માજી મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા વિસ્તારમાં આજે દેશના માજી મંત્રી, ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં એકતા યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ યાત્રા નીકળી ત્યારે જય સરદારના નારા સાથે ટંકારાના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.
દેશની એકતા અને અખંડતા માટે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને સમગ્ર દેશની અંદર જેને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશની અંદર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતા ટંકારા વિધાનસભા વિસ્તારમાં આજે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ભવાનભાઈ ભાગિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસર, અરવિંદભાઈ વાંસદડિયા, કિરીટભાઇ અંદરપા, મહેશભાઈ લિખિયા, અશોકભાઈ ચાવડા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ટંકારા આર્ય સમાજ ભવન ખાતે હાજર રહ્યા હતા અને ત્યાંથી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને જબલપુર થઈને હરબટીયાળી ખાતે આ એકતા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ટંકારા પડધરી વિસ્તારના નગરજનો ઉપરાંત જુદી-જુદી શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય સરદારના નારા સાથે આ એકતા યાત્રા ટંકારાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનમાંથી લોકો પ્રેરણા મેળવે અને દેશની એકતા અને અખંડિતતા માટે વધુમાં વધુ યોગદાન આપે તેવી ભાવના આગેવાનોએ વ્યક્ત કરી હતી.