હળવદમાં વ્યાજખોરોના ત્રાસ તથા લોનની ઉઘરાણીથી કંટાળીને યુવા કારખાનેદારે કર્યો આપઘાત
SHARE
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ઘણી વખત વ્યાજખોરોના ત્રાસના કારણે અઘટિત બનાવો બનતા હોય છે તેવો જ બનાવ આજે મોરબી જિલ્લાના હળવદ શહેરની અંદર રહેતા કારખાનેદાર સાથે બનેલ છે જેમા વ્યાજખોરોના ત્રાસના કારણે તથા બેંકમાંથી લીધેલ લોનની ઉઘરાણીથી કંટાળીને યુવાને પોતે પોતાના કારખાને સવારે ગાડી લઈને ગયા બાદ ત્યાં પોતાની ગાડીમાં બેઠા બેઠા ઝેરી દવા પીને ગાડીની અંદર જ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇટ નોટ મળી આવી છે જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
હળવદ શહેરમાં સરા રોડ ઉપર રહેતા કારખાનેદાર નવનીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (44) નામનો યુવાન રાબેતા મુજબ આજે સવારે માળિયા હળવદ હાઇવે રોડ ઉપર કેદારીયા ગામ પાસે આવેલ તેની અનાજ સાફ કરવાના કારખાને યુવાન ગયો હતો ત્યાં જઈને પોતાની જ ક્રેટા ગાડી ની અંદર બેઠા બેઠા ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ ત્યારબાદ આ બનાવની મૃતક કારખાનેદારના ભાગીદારને જાણ થતા તેણે 112 માં આ બનાવની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેને હળવદ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ સુસાઇડ નોટની અંદર મૃતક યુવાને વ્યાજખોરોનો ત્રાસ હોવાનો તેમજ બેંકમાંથી તેણે લીધેલી લોનના હપ્તા ન કરી શકતા બેંકની લોનની ઉઘરાણીનો ત્રાસ હતો તેવો ઉલ્લેખ કર્યો હાવોનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે મૃતક નવનીતભાઈની સુસાઇડ નોટને કબ્જે કરીને સ્થાનિક પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે