મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારામાંથી ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE









ટંકારામાંથી ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે એક શખ્સની ધરપકડ

ટંકારાના હરબટીયાળી ગામ નજીક કારખાનામાંથી મોબાઇલની ચોરી થઈ હતી તેમજ તે વિસ્તારમાંથી એક બાઈકની ચોરી થઈ હતી જે બંને ચોરીના બનાવનો ગણતરીના દિવસોમાં ટંકારા તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખેલ છે અને ચોરાઉ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરનું બાઈક લઈને હિન્દીભાસી શખ્સ મોબાઈલ ફોન વેચવા માટે શનિવારી બજારમાં આવેલ છે તેવી હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વોચ રાખી હતી ત્યારે નંબર પ્લેટ વગરનું બાઈક લઈને આવેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તે શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી પોલીસે ઇ-ગુજકોક/ પોકેટકોપ મોબાઈલ એપ્લિકેશન મારફતે બાઈકની તપાસ કરતા તે બાઇક હરબટીયાળી ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ નમેરાનું હોવાનું સામે આવ્યું હતું અને તેને બાઇક ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ શખ્સ પાસેથી એક ચોરાઉ મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો જે હરબટીયાળી ગામ નજીક આવેલ કારખાનામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ મોબાઈલ અને બાઇક કબ્જે કરીને આરોપી રવિ વેસ્તાભાઈ મેયડીયા (20) રહે. હાલ ઓરેન્જ પોલીપેક કારખાનાના લેબર કવાર્ટરમાં ચાચાપર ગામ મોરબી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી ચોરી કરેલ બાઈક તથા મોબાઈલ ફોન મળીને 29,000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરી ટંકારાના પી.આઈ કે.એમ.છાસિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News