મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું
મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી
SHARE
મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ઝૂંપડામાં રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ભાણવડના રહેવાસી અને હાલમાં મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ સામે ઝૂંપડામાં રહેતા વિજયભાઈ ભીમાભાઇ ચૌહાણ (19) કોઈપણ કારણોસર ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ મેરૂભાઈ ભીમાભાઇ ચૌહાણ (30) રહે. હાલ લીલાપર ચોકડી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એમ.પી.ઝાલા ચલાવી રહ્યા હોય તેની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું સગાઈ થઈ ગયેલ હતી જો કે, તેની ભાવિ પત્ની સાથે કોઈ કારણોસર મનમેળ ન હોવાથી લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું છે.
મૃતક યુવાનની ઓળખ મળી
ટંકારાના જીવાપર અમરાપર ગામની સીમમાં કિશોરભાઈ હળવદિયાની વાડીમાં આવેલ કુવામાં પડી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેની ઓળખ મેળવવા માટે તેને તજવીજ ચાલી રહી હતી અને મૃતક વ્યક્તિનું નામ પ્રવીણભાઈ ગોવિંદભાઈ દેલવાડીયા (50) રહે. હજામચોરો તાલુકો ધ્રોલ વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.









