મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું
મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોવાથી તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેતપર ઉપર આવેલ બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર ગેમ્સજોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા બબલુભાઈ માનસિંગભાઈ વસુનીયાના પત્ની કર્માબેન વસુનીયા (20)એ લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે પરણીતાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોય મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે









