મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ મેડિકલ કેમ્પનો 300થી વધુ દર્દીઓએ લાભ લીધો
SHARE
મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ મેડિકલ કેમ્પનો 300થી વધુ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતિભાઈ ભાડેશિયા, બેચારભાઈ હોથી, ત્રંબકભાઈ ફેફર, એ.કે.પટેલ, ડો. સુષમબેન દૂધરેજિયા, ડો. જયેશભાઇ સનારિયા સહિતના ખાસ હાજર રહ્યા હતા. મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો 300થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને આ કેમ્પમાં મોરબીના 7 થી વધુ નિષ્ણાંત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. આ કેમ્પનું આયોજન ઇન્ડિયન મેડિકલ એસો.ના સહયોગથી કર્યું હતું અને આ કેમ્પને સફળ બનાવવા માટે પાટીદાર વુમન્સ ગ્રુપની બહેનોએ જહેમત ઉઠાવી હતી.









