વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબીમાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેલટરે બહાર પાડ્યું જાહેરનામું
Breaking news
Morbi Today

મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત


SHARE











મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત

મોરબી ઉદ્યોગનગરી છે અને અહી બાહરના રાજ્યમાંથી ઘણા વેપારીઓ સહિતના લોકો આવે છે તો પણ અહીથી લાંબા અંતરની એકપણ ટ્રેન નથી માટે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકર દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને લાંબા અંતરોની પેસેન્જર ટ્રેનો ફાળવવા માટેની અને નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની માંગ કરેલ છે.

મોરબીમાં રહેતા જયેશભાઈ મકવાણાપશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી  છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રેલવે સ્ટેશનને 25 વર્ષમાં માત્ર ડેમું ટ્રેન એક જ પેસેન્જર ટ્રેન તરીકે મળેલ છે. અને તે પણ અવાર નવાર ખરાબ થઈ જાય છે જેથી મુસાફરોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે. માટે વહેલી તકે મોરબીથી વાંકાનેર ઈલેક્ટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવે, ગાંમધીધામ કામખીયા વાયા મોરબી આ પેસેન્જર ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચાલે છે, ગાંધીધામ બાંદ્રા વાયા મોરબી પેસેન્જર ટ્રેનનો સમય 5-6 કલાક વહેલી કરી ડ્રેઈલી ટ્રેન ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનો વાયા મોરબી થઈને ચલાવવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના મુસાફરોને ફાયદો થાય તેમ છે અને  ઓખા રાજકોટ પેસેન્જર ટ્રેનને મોરબી સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરેલ છે. આ ઉપરાંત મોરબી નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માટેની પણ રજૂઆત કરી હતી.






Latest News