ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી


SHARE







ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી

મોરબીના ખોખરા હનુમાન હરિહર કામ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઈ, રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો એ ગુરુ પૂજન, દર્શન અને સેવાનો લાભ લીધો

મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આજે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીની હાજરીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિતના અનેક અનુયાયો ત્યાં આવ્યા હતા અને ગુરુપૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે દર વર્ષે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજય વર્ગીય સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગુરુ ભક્તો ત્યાં આવ્યા હતા અને ગુરુ પૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો આ તકે કનકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનો દિવસ એ ગુરુ ભક્તો માટે એક દિવાળી નહીં પરંતુ એક હજાર દિવાળી જેવો હોય છે અને દિવાળી આવે કે સૂર્યોદય થાય ત્યારે માત્ર બહાર અજવાળા થાય છે પરંતુ વ્યક્તિની ભીતરના અજવાળા ગુરુ કૃપા કરે છે પછી જ થઈ અને ગુરુ વગર ભગવાન પણ પોતાને ભગવાન સાર્થક કરી શકતા નથી ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસનું અનેક ગણું મહત્વ છે અને આ દિવસે ગુરુની વિશેષ કૃપા થતી હોય છે.

તો એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજય વર્ગીય જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 30 થી 35 વર્ષથી અહીંયા ગુરુપૂર્ણિમાએ દર્શન કરવા આવે છે અને વર્ષો પહેલાં તેઓ આવતા હતા ત્યારે ત્યાં આવવા માટેના રસ્તા પણ ખરાબ હતા અને ચારે બાજુ જંગલ હતું જોકે, હવે ખોખરા હનુમાન હરિહર ધામની જગ્યા જંગલમાં મંગલ સમાન બની ગઈ છે અને આપણે ત્યાં કહેવાય છે. "ગુરુ ગોવિંદ દોનો ખડે કા કો લાગુ પાઈ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય" ગોવિંદ સુધી જવા માટેનો રસ્તો ગુરુ પાસે થઈને જાય છે.




Latest News