મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો


SHARE





મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દારૂના કેસમાં નામ ખુલેલ હોય અને પકડાયેલ હોય મોરબી એલસીબી સ્ટાફ દ્વારા બુટલેગર ઈસમની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે મંજૂર થતા તેને પકડીને હાલ સુરતની મધ્યસ્થ લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં સંડોવાયેલ રવિ ભૂદરભાઇ પનારા કોળી (ઉમર ૨૪) રહે.નળખંભા તા.થાન જી. સુરેન્દ્રનગરની સામે એલસીબી પીઆઇ પંડ્યાની સૂચનાથી પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ રવિ ભુદરભાઇ કોળી રહે.નળખંભાને પાસા હેઠળ પકડવામાં આવ્યો હતો અને હાલ તેને સુરતની મધ્યસ્થ લાજપોર જેલ ખાતે મૂકવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામના રહેવાસી ગૌરીબેન રૂગનાથભાઈ ભીમાણી નામના ૬૩ વર્ષીય મહિલા શનાળા પાસે આવેલ પટેલ વાડી નજીકથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે તેઓ ત્યાંથી પડી ગયા હોય અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારામાં આવેલ હવેલી શેરી ખાતે રહેતા જાગૃતીબેન ચંદ્રકાંતભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબી રવાપર ચોકડીથી બસ સ્ટેશન બાજુ જતા રસ્તે સરદાર પટેલ ચોક ખાતે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ શનાળા પાસેના ટાટાના શોરૂમ નજીક રહેતા રમાબેન સંજયભાઈ રાજપુત નામના ૨૮ વર્ષના મહિલા કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી જતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા




Latest News