રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૩૦૫ દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબી જલારામ ધામ ખાતે દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીત ભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૦૫ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધી ના ૫૧ કેમ્પ માં કુલ ૧૪૪૦૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગુરુવાર ના  રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૫ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૪૩ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી આ કેમ્પ દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીતભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિત તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી. 






Latest News