ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો
મોરબીના ખાખરાળા ગામ પાસે ઇકો કાર અને અલ્ટો અથડાતા પાંચ મહિલા સારવારમાં
SHARE
મોરબીના ખાખરાળા ગામ પાસે ઇકો કાર અને અલ્ટો અથડાતા પાંચ મહિલા સારવારમાં
મોરબી-નવલખી હાઇવે ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇકો કાર અને અલ્ટો કાર અથડાતા સર્જાયેલ બનાવમાં પાંચ મહિલાઓને ઈજા થઈ હોય તેઓને સિવિલે સારવાર માટે ખસેડાઇ હતી.ઉપરોક્ત અકસ્માત બનાવમાં ઈજા પામેલ જેતુનબેન અબ્રાહમભાઈ જંગીયા (૩૫), નઝમાબેન મુબારકભાઈ પઠાણ (૨૦), શેરબાનુબેન ઈકબાલભાઈ દલ (૧૭), શહેનાઝબેન કરીમભાઈ ભુચડ (૧૮) રહે.ચારેય નાની વાવડી તા.જ.મોરબી તેમજ નઝમાબેન જુમાભાઇ (૪૦) રહે.વવાણીયા માળીયા મિયાણાને ઇજાઓ થતા તમામને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઈ હતી.
વાહન અકસ્માત
મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર રહેતા ગણપતસિંહ શંભુસિંહ રાજપુત નામના ૪૯ વર્ષના આધેડ બપોરના સમયે મિત્રની સાથે બાઈકમાં બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં પડી ગયા હોય ડાબા હાથે ફેક્ચર જેવી ઇજા થતાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે ઘુંટુ ગામે આઈ.ટી.આઈ પાસે રહેતો અર્જુન હેમાભાઇ પરમાર નામનો ૨૦ વર્ષનો યુવાન મોરબીના શનાળા રોડ પાસે આવેલ લાયન્સનગર ખાતે હતો ત્યાં તેને મારામારીમાં ઈજા થયેલ હોય સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. તેમજ મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા પાસે ટ્રક ઉપરથી નીચે પડી જતા રવિ શંકરભાઈ ચૌધરી રહે.ન્યુ જકાતનાકા મોરબી રોડ રાજકોટને ઇજા થયેલ હોય સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબીના કુંતાસી (રાજપર) ગામે મુન્નાભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા જીતેન્દ્રભાઈ રામકુમાર રાજપુત નામના ૨૪ વર્ષના યુવાનને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો તેને તેના સસરા સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ સસરા દ્વારા ગળુ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ દ્વારા જણાવાયેલ છે.જ્યારે મોરબીના સામાકાંઢે પાડાપુલ પાસે બાપુના બાવલા નજીક બાઈકના પાછળના ભાગેથી પડી જતા વજીબેન (ઉંમર ૭૦) નામના વૃદ્ધાને માથાના ભાગે ઇજા થેલ હોય ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના લાલપર ગામે રહેતા પરિવારનો યશ નિલેશભાઈ પટેલ નામનો છ વર્ષનો બાળક પિતાના બાઈક પાછળ બેસીને જતો હતો.ત્યારે રસ્તામાં પડી ગયો હોય તેને સારવાર માટે અહિંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.અને મોરબી જેતપર રોડ સોમનાથ પેટ્રોલ પંપ પાસે ટ્રક ઉપરથી પડી જતા દિનેશ મહાદેવભાઈ ડાભી (૪૫) રહે.ખરેડા ને સારવારમાં લઇ જવાયા હતા.જયારે મોહમ્મદઆરજૂ અબ્દુલરહેમાન (૨૫) રહે.રાજપર તા.મોરબીને ગામના બગીચા પાસે પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીમાં ઈજા થઈ હોય તેને સારવાર માટે ખસેડાયો હતો.તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા બનાવાની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.