મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે અકસ્માતે નદીમાં પડી જવાથી અમદાવાદના યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે અકસ્માતે નદીમાં પડી જવાથી અમદાવાદના યુવાનનું મોત

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ નદીના કાંઠે ગયો હતો દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જવાના કારણે તે નદીમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના ઠક્કરબાપાનગર વસંતનગરના છાપરા શેરી નંબર એ- 60 માં રહેતા જગદીશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ (40)નામનો યુવાન વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવ્યો હતો અને ત્યાં નદીના કાંઠે ગયો હતો દરમિયાન તેનો પગ લપસવાના કારણે તે નદીના પાણીમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

રાજસ્થાનનો રહેવાસી ઓમપ્રકાશ નાઈ (40) નામનો યુવાન લાતી પ્લોટ વિસ્તારમાં બોલેરોમાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે વાહનમાંથી નીચે પડી જતા તેને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઈક સ્લીપ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સી ખાતે રહેતા લાભુભાઈ ભીખાભાઈ ગડારા (70) નામના વૃદ્ધ બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News