મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધૂએ પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને જપાજપી કરીને ધમકી


SHARE









મોરબી જિલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધૂએ પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને જપાજપી કરીને ધમકી

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધુએ અગાઉ પોલીસમાં કરેલ અરજી પરત ખેંચી લેવા માટે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા કહેવામા આવ્યું હતું ત્યાર બાદ તેની સાથે જપાજપી કરીને ધમકી આપવામાં આવી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં કેનાલ રોડ ઉપર આવેલ નિર્મલ સ્કૂલ પાસે ફ્લોરા 943 વિંગ-એ માં રહેતા હાર્દિકાબેન ધ્રુમિતભાઈ રાજકોટિયા (26)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શોભનાબેન રમેશભાઈ જાકાસણીયા, રમેશભાઈ કરસનભાઈ જાકાસણીયા, ચાંદનીબેન હિરેનભાઈ અગોલા અને અન્ય બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તા. 6/12 ના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં શોભનાબેન રમેશભાઈ, રમેશભાઈ કરસનભાઈ અને ચાંદનીબેન તથા અજાણ્યા બે શખ્સો તેઓના એપાર્ટમેન્ટમાં નીચેના ભાગમાં પાર્કિંગમાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદીએ અગાઉ પોલીસમાં કરેલ અરજી બાબતનો ખાર રાખીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ફરિયાદી કરેલ અરજી પાછી ખેંચી લેવા માટે તેને કહ્યું હતું અને ફરિયાદી મહિલા સાથે જાપાજપી કરી હતી અને ગાળો આપીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.સી.ગોહિલ ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના દીઘડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બાબુભાઈ સુરેલા (35) નામના યુવાનને હાથની આંગળીમાં રાત્રિના સમયગાળા દરમિયાન સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હળવદ લઈ ગયા હતા ત્યાર બાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ ગામી (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News