વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત
SHARE
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઇક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પામેલા 26 વર્ષીય કેતન રાઠોડને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આ યુવાન 3 બહેનનો એકનો એક ભાઈ હતો. અને તે સીએનજી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. અને ગઈકાલે રાત્રે નાસ્તો લેવા માટે જતો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બનેલ છે.
વાંકાનેરમાં ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) નામનો યુવાન ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતે બાઇક ચલાવીને જતો હતો ત્યારે ઢુવા ચોકડી પાસે અજાણ્યા બાઇક ચાલક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. વધુમાં મૃતક યુવાનના પરિવાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ત્રણ બહેન અને એકનો એક ભાઈ હતો અને તે સીએનજી પંપ માં નોકરી કરતો હોય ત્યાંથી સાથી કર્મચારીઓ અને તેના માટે નાસ્તો લેવા ગયો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો