મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતા એક યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતા એક યુવાનનું મોત: ગુનો નોંધાયો

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઇકને બીજા બાઈકના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પામેલ એક યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે ઇજા પામેલા બીજા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરમાં ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) નામનો યુવાન તેના મિત્રની સાથે રવિવારે રાત્રે આઠેક વાગ્યા આસપાસ ડબલ સવારી બાઇકમાં ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બાઇક ચાલક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ કેતનભાઇ ખીમાભાઈ રાઠોડને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હાલમાં રાતી દેવડી ગામે રહેતા રાહુલભાઈ મનુભાઈ વોરા (19)એ બાઇક નંબર જીજે 36 એએ 3561 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) બંને બાઈક નંબર જીજે 36 એજી 0390 લઈને વાંકાનેર થી મોરબી જતા નેશનલ હાઈવે રોડ ઉપર ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા નજીક ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બેફિકરાયથી તેનું વાહન ચલાવીને ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું કે બનાવમાં ફરિયાદીને ઇજા થયેલ હતી જો કે, કેતનભાઇ ખીમાભાઈ રાઠોડને વધુ ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવારમાં મોત નીપજયું છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અને તેનું અકસ્માતના બનાવમાં મોત નિપજતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે,






Latest News