વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતા એક યુવાનનું મોત: ગુનો નોંધાયો
મોરબી સહિત ગુજરાતમાં ગાય-ખૂંટીયામાં જોવા મળતા ખરવા-મોવા જેવા રોગની સારવાર માટે કેમ્પ કરવા સીએમને રજૂઆત
SHARE
મોરબી સહિત ગુજરાતમાં ગાય-ખૂંટીયામાં જોવા મળતા ખરવા-મોવા જેવા રોગની સારવાર માટે કેમ્પ કરવા સીએમને રજૂઆત
મોરબીમાં ગાય ખૂંટીયાના પગમાં ખરી વધી જવાના લીધે તેઓને પગમાંથી લોહી નીકળતા હોય છે જેથી કરીને તેઓની સારવાર માટે કેમ્પ રાખવામાં આવે તેવી મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા કરસનભાઈ એમ. ભરવાડએ રાજ્યના સીએમને રજૂઆત કરી છે.
જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી સહિત ગુજરાતમાં ગાય ખુટીયા જેવા અબોલજીવમાં ખરવા મોવા જેવો રોગ ફાટી નીકળેલ છે જેથી ગાયોના પગની ખરીમાં જીવાતું તેમજ નીકળતા લોહીથી અબોલ જીવ ખૂબ જ દુઃખી થાય છે આટલું જ નહીં તે ચાલી શકતો નથી બેસી શકતો નથી અને ચાલે તો પગની ખરીમાંથી લોહી નીકળે છે. અને જીવાત થવાના કારણે આ પશુધન ખૂબ દુઃખી થાય છે જેથી પશુધનમાં આવેલ ખરવા મોવાના રોગ જેવા ગંભીર બીમારીમાંથી પશુધનને મુક્ત કરવા માટે ગામે ગામ ખરવા મોવા રોગનો કેમ્પ રાખવા તેમજ ખરવા મોવા રોગની રસી મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.









