હળવદમાં કૌટુંબિક ભાઈઓ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેની બહેન ઉપર ધોકા-તલવાર વડે હુમલો: સ્કૂટર-બાઈક સહિત ત્રણ વાહનમાં તોડફોડ
SHARE
હળવદમાં કૌટુંબિક ભાઈઓ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેની બહેન ઉપર ધોકા-તલવાર વડે હુમલો: સ્કૂટર-બાઈક સહિત ત્રણ વાહનમાં તોડફોડ
હળવદમાં બસ સ્ટેશનની બાજુના ભાગમાં રહેતો યુવાન બાઈક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ત્રણ શખ્સો દ્વારા અગાઉ યુવાનના કૌટુંબિક ભાઈઓ સાથે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને યુવાનને આંતરીને ધોકા તથા તલવાર વડે હુમલો કર્યો હતો અને યુવાનના એક સ્કૂટર અને બે બાઈકમાં તોડફોડ કરીને યુવાનને બંને પગમાં ગોઠણના ભાગે ધોકા વડે મારીને ઈજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલ તેની માતાને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાર બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા વિજયભાઈ કાળુભાઈ પરમાર (20)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ રહે. સારા રોડ હળવદ તથા પ્રકાશભાઈ રાઠોડ અને જીતુભાઈ જગાભાઈ રાઠોડ રહે. બને કૃષિ શાળા રોડ બસ સ્ટેશનની પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તે પોતાના ઘરે જમવા માટે આવેલ હતો ત્યારે આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને આરોપીઓ સાથે અગાઉ ફરિયાદીના કૌટુંબિક ભાઈઓને બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનું મન દુઃખ રાખીને ત્રણેય આરોપીઓએ ધોકા અને તલવાર વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદના સ્કૂટર નંબર જીજે 35 એએમ 4734 અને બાઇક નંબર જીજે 13 બીબી 6849 અને જીજે 36 એજી 5362 માં તોડફોડ કરવામાં આવી હતી તેમજ પ્રકાશ રાઠોડે ફરિયાદીને બંને પગમાં ગોઠણના ભાગે ધોકા વડે મારમારીને ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દરમિયાન ફરિયાદીને બચાવવા માટે વચ્ચે પડેલ તેની બહેન સરોજબેન કાળુભાઈ પરમારને આરોપીઓને ગાળો આપીને ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મારામારીમાં ઈજા
મોરબીના શનાળા રોડ મેડિકલ કોલેજ પાછળના વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા શિવશંકર રાકેશભાઈ મિશ્રા (૨૮) અને ચંદાબેન શિવશંકરભાઈ મિશ્રા (૨૫) ને ઘરે મારામારીમાં ઈજા થતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેસીબી રીપેરીંગ કરતા સમયે લોખંડનો સળીયો લાગી જતા ડાબા પગે ગંભીર ઇજાઓ સાથે રાજેન્દ્રકુમાર રાજેકુમાર પટેલ (૧૬) રહે.હાલ મોરબી મૂળ રહે.અમીરોજા જિલ્લો સિંધી મધ્યપ્રદેશને સારવારમાં ખસેડાયો હતો.તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.
સગીર સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર જીઆઇડીસી પાસે પટેલ વિહાર નજીક લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતા અર્ધબેભાન હાલતમાં વનરાજ પુંજાભાઈ બોડાણા (૧૭) રહે.બોડાણા મુવાડા કપડવંજ જી.ખેડાને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમારે નોંધ કરીને તપાસ કરી હતી.જ્યારે મોરબીની રવિરાજ ચોકડી પાસે આઠેક લોકો દ્વારા માર મારવામાં આવતા પ્રવિણકુમાર રામજીભાઈ સિંગ (૩૬) મુળ રહે.અંકલેશ્વરને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના બગથળા ગામે વાડી વિસ્તારમાં કપાસમાં છાંટવાની દવા પી જતા ચકાભાઇ હરેશભાઈ મૂળિયા (ઉમર ૧૮) નામના યુવાનને સારવારમાં ખસેડાયેલ હોય તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયાએ બનાવના કારણ અંગે તપાસ કરી હોવાનું પોલીસે જણાવેલ છે.









