મોરબીમાં જુગારમાં 22 લાખ હારી ગયેલ યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો, પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફિનાઇલ પી લેતા સારવારમાં: 4 શખ્સો સામે ફરિયાદ
SHARE
મોરબીમાં જુગારમાં 22 લાખ હારી ગયેલ યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો, પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફિનાઇલ પી લેતા સારવારમાં: 4 શખ્સો સામે ફરિયાદ
મોરબીની ઉમિયા સોસાયટીમાં રામભક્તિ એપાર્ટમેન્ટની સામેના ભાગમાં રહેતો યુવાન જુગારમાં 22 લાખ રૂપિયા હારી ગયો હતો ત્યારબાદ તેણે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જોકે, છેલ્લા બે મહિનાથી યુવાનની તબિયત સારી ન રહેતી હોવાથી તે વ્યાજની રકમ ચૂકવી શકતો ન હતો જેથી વ્યાજખોરો સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા યુવાન પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન તથા તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાન ફિનાઇલ પી જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો ત્યાર બાદ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા સોસાયટીમાં રામ ભક્તિ એપાર્ટમેન્ટની સામેના ભાગમાં રહેતા ડિમ્પલબેન અમિતભાઈ વડગામા (37)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિપકસિંહ વાઘેલા રહે. નાની બજાર મોરબી, આકાશ કાથરાણી રહે. રાજકોટ, રમેશભાઈ રામભાઈ બોરીચા રહે. ચિત્રકૂટ પાછળ પંચવટી સોસાયટી મોરબી અને ભગવાનભાઈ કુંભારવાડીયા રહે. શિવ શક્તિ સોસાયટી હનુમાન મંદિરની સામે રવાપર ઘૂનડા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના પતિ અમિતભાઈ નૌતમભાઈ વડગામા પાંચેક વર્ષ પહેલા દીપકસિંહ વાઘેલા સાથે જુગારમાં 22 લાખ રૂપિયા હારી ગયા હતા તે રકમ ચૂકવવા માટે ફરિયાદીના પતિએ આકાશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધા હતા અને ત્યારબાદ વ્યાજ સહિતની મુદ્દલ માટે આકાશભાઈ કાથાણી દ્વારા ફરિયાદીના પતિને આપીને ધમકીઓ આપીને બળજબરીપૂર્વક બે ફ્લેટ વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યા હતા તેમજ દિપકસિંહ વાઘેલાને રૂપિયા આપવા માટે રમેશભાઈ બોરીચા પાસેથી સાડા પાંચ લાખ અને ભગવાનભાઈ કુંભારવાડીયા પાસેથી અઢી લાખ રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલા હતા જેનું વ્યાજ ફરિયાદીના પતિ આપતા હતા જો કે, છેલ્લા બે મહિનાથી તેની તબિયત સારી ન હોય વ્યાજની રકમ ચૂકવી ન હતી જેથી ચારેય આરોપીઓ દ્વારા વ્યાજ તથા મૂળ રકમ મેળવવા માટે થઈને ફરિયાદીના પતિ તથા તેના સસરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીન કંટાળીને ફરિયાદીના પતિએ ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી રમેશભાઈ રામભાઈ સવસેટા જાતે બોરીચા (47) રહે. ચિત્રકૂટ સોસાયટી પાછળ પંચવટી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.









