મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું
હળવદમાં દારૂના ગુનામાં સંડાવેલા ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
SHARE
હળવદમાં દારૂના ગુનામાં સંડાવેલા ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
મોરબી જિલ્લા પોલીસવડા દ્રારા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવાની સૂચના કરવામાં આવતા હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા દારૂના ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા સુરેશ જેસીંગ સુરેલા (કોળી) નામના ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હુકમ કરવામાં આવે છે.જેને પગલે પોલીસ દ્વારા સુરેશ જેસીંગ કોળી રહે.ગોલાસણ તા.હળવદને પકડીને તેને હાલ વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.
ચીખલી ગામે મારામારી
માળિયા મિંયાણાના ચીખલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં તલવાર અને ધારીયા વડે માથાના ભાગે માર મારવામાં આવતા માળિયા હોસ્પિટલ ખાતે સારવાર લઈને વધુ સારવાર માટે તાજમોહમ્મદ અલીયાસભાઈ મોવર (૩૧) રહે.ચીખલી તા.માળિયાને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તે રીતે જ આ બનાવમાં સલીમ કરીમભાઈ કટીયા (૪૪) રહે.ચીખલીને પણ ઈજા થઈ હોય બંનેને સારવાર માટે સિવિલે લવાયા હતા જેને પગલે માળિયા પોલીસને જાણ કરાતા તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
માળિયા મીંયાણા તાલુકાના ભાવપર ગામે રહેતા રોહિતભાઈ અવચરભાઈ રીણીયા (૧૭) તથા રવિ દેવજીભાઈ રીણિયા (૧૯) નામના બે યુવાનો બાઇકમાં બેસીને જતા હતા.ત્યારે શિવમ પેટ્રોલ પંપ પાસે અચાનક કૂતરું આડુ ઉતરતા વાહન સ્લીપ થયું હતું.જે બનાવમાં બંને ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસસુત્રો દ્વારા જણાવાયેલ છે.જ્યારે રાજકોટ નજીકના પડધરી પાસે આવેલ જીવાપર ગામે રહેતા નીરવભાઈ મુકેશભાઈ અગ્રાવત નામનો ૨૦ વર્ષનો યુવાન જીવાપરથી પડધરી જતો હતો ત્યારે પડધરી પાસે ભારત હોટલ નજીક વાહન સ્લીપ થઈ ગયું હોય તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો









