મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર તથા સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે મહિલા જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણ અંગે સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિ મૂજબ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહગીતની પ્રસ્તુતિ, પ્રશ્નોત્તરી, વક્તાઓના વક્તવ્ય, પ્રેરણાદાયી મહિલાઓનો સંદેશ, એકપાત્રીય અભિનય, સમાજ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ માતાઓનું સન્માન, મહિલાઓનું અનુભવ કથન અને અંતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાર્થક વિદ્યામંદિરના વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સહિત કુલ 250 થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મહિલાઓ દ્વારા મહિલાઓ માટે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્થક વિદ્યા મંદિરના મહિલા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.









