મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના ઘૂટું પાસે રામનગરી સોસાયટીમાં ઘરમાંથી દાગીના અને રોકડ મળીને 1.19 લાખના મુદામાલની ચોરી: વાંકાનેરમાંથી બાઈકની ચોરી મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના ચાર હોદા માટે યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર: પ્રમુખ પદે દિલિપભાઇ અગેચાણીયા બિનહરીફ


SHARE











મોરબી બાર એસો.ના ચાર હોદા માટે યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર: પ્રમુખ પદે દિલિપભાઇ અગેચાણીયા બિનહરીફ

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ સહિતના 11 હોદ્દેદારોની મુદત પૂરી થતી હોવાના કારણે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યાર બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને એક કારોબારી સભ્ય બિનહરીફ થઈ ગયેલ હતા જો કે, જોઇન્ટ સેક્રેટરી અને ચાર કારોબારી સભ્ય માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતુ જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે.
 
મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને પાંચ કારોબારી સભ્યો આમ કુલ મળીને 11 હોદ્દેદારો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચાણીયા, ઉપપ્રમુખ પદ માટે દીપકભાઈ વાલજીભાઈ પારેઘી તથા ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભુવનભાઈ વાઘડિયાના એક-એક ફોર્મ આવેલ હોવાથી તે ત્રણેય હોદ્દા બિનહરીફ થઈ ગયેલ છે જ્યારે મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી અને જે પાંચ કારોબારી સભ્ય લેવાના છે તેમાં એક મહિલા અનામત હોય હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી પણ અનામત બેઠક ઉપર બિનહરીફ થઈ ગયા છે.
 
જોકે, જોઇન્ટ અને ચાર કારોબારી સભ્યના પદ માટે શુક્રવારે ચૂંટણીનું મતદાન યોજાયુ હતુ અને સાંજે મતગણતરી કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે જેમા જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી તેમજ કારોબારી સભ્ય માટે દેવીપ્રસાદ કૈલાશભાઈ જોશી, પ્રદીપભાઈ ધનજીભાઈ કંઝારીયા, ઘનશ્યામભાઈ બી. આદ્રોજા, યોગેશભાઈ આર. પારેજીયા વિજેતા બનેલા છે. તેવી જાહેરા ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા રાજેશભાઈ બદ્રકીયા, અશોકભાઈ પરીખ, ખુશ્બુબેન કંઝારીયા અને સોનલબેન પરમાર દ્વારા કરવામાં આવેલ છે.






Latest News