બુલડોઝર એક્શન: મોરબીના લાતી પ્લોટમાં બીજા દિવસે 30 થી વધુ બાંધકામો તોડી પાડ્યા
મોરબી જિલ્લા ભાજપ કાર્યલય પાસે કોંગ્રેસનું સત્ય મેવ જયતેના નારા સાથે વિરોધ પ્રદર્શન: ભાજપના આગેવનોએ લગાવ્યા વંદે માતરમના નારા
SHARE
મોરબી જિલ્લા ભાજપ કાર્યલય પાસે કોંગ્રેસનું સત્ય મેવ જયતેના નારા સાથે વિરોધ પ્રદર્શન: ભાજપના આગેવનોએ લગાવ્યા વંદે માતરમના નારા
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ આજે મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સત્ય મેવ જયતે ના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપના આગેવાનોએ પણ વંદે માતરમના નારા લગાવતા થોડીવાર માટે રાજકીય ગરમાવો આવી ગયો હતો.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ દમયંતિબેન નિરંજની, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મહેશભાઇ રાજકોટિયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોરબીમાં અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય સુધીની રેલી કરવામાં આવી હતી અને ભાજપના કાર્યલય પાસે જઈને નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળી છે તેના સમર્થનમાં અને ભાજપની નીતિ રીતિનો પર્દાફાશ થયેલ છે તેના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વધુમાં જિલ્લા પ્રમુખે જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર અને બદઇરાદાપૂર્વક હોવાનું કોર્ટે જણાવેલ છે અને કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે, ઈડીના કેસનું કોઈ અધિકારક્ષેત્ર જ નથી છેલ્લા એક દાયકાથી દેશના મુખ્ય વિરોધ પક્ષ સામે મોદી સરકારની આ રાજકીય બદઇરાદાયુક્ત કાર્યવાહીનો ભારતની પ્રજા સમક્ષ કોર્ટના ચુકાદા બાદ પર્દાફાશ થયો છે ત્યારે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે જઈને કોંગ્રેસના આગેવાનોએ સત્ય મેવ જયતે ના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેઓની ઓફિસે આવ્યા હતા જેથી કોંગ્રેસનાં આગેવાનોએ તેઓને ઘેરી લીધા હતા જો કે, ભાજપના જિલ્લા પ્રમુખે “ભારત માતા કી જય” ના નારા લગાવ્યા હતા તો ભાજપના નિર્મલભાઈ જારીયા જતિનભાઈ ફૂલતરિયા સહિતના આગેવાનો દ્વારા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની સામે “વંદે માતરમ” ના નારા લગાવવામાં આવ્યા હતા આમ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સામસામે નારેબાજી કરવામાં આવતા થોડીવાર માટે ભાજપ કાર્યાલય પાસે રાજકીય ગરમાવો આવી ગયો હતો.