મોરબી મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજતા મંત્રી કાંતિલાલ અમૃતિયા
SHARE
મોરબી મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજતા મંત્રી કાંતિલાલ અમૃતિયા
શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં રેન બસેરામાં આવેલ મોરબી મહાનગરપાલિકાની ઝોનલ કચેરી ખાતે અધિકારીઓ/ક ર્મચારીઓ સાથે મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, બ્રિજ, હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી, ફાયર સ્ટેશન, ગાર્ડન સહિત વિવિધ વિકાસ કામો અંતર્ગત પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ ડીપીઆર હેઠળના કામોની માહિતી મેળવી હતી અને આ કામો માટે તેમણે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો. મોરબી શહેરમાં પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલા ઉત્પાદનો વેચી શકાય તે માટે કાયમી બજાર હાટ બનાવવા આયોજન હાથ ધરવા સૂચન કર્યું હતું તથા લોકોને મુશ્કેલી ન પડે તે માટે કામગીરીમાં નાની નાની બાબતોને પણ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની તથા મહાનગરપાલિકાની વિવિધ શાખાઓના શાખા અધ્યક્ષઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.