મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિવિધ કામો બાબતે સમીક્ષા કરતાં મંત્રી કાંતિલાલ અમૃતિયા


SHARE





મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિવિધ કામો બાબતે સમીક્ષા કરતાં મંત્રી કાંતિલાલ અમૃતિયા

શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો અને શાખાઓની કામગીરી તથા યોજનાઓની અમલવારીની વિગતો મેળવી હતી અને તેની પ્રગતિ બાબતે સમીક્ષા કરી હતી.

મંત્રીએ જનહિતના અને વિકાસના કામોમાં ઝીરો પેન્ડેન્સી અભિગમ રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. આ વર્ષે થયેલ અતિવૃષ્ટિ બાબતે ખેડૂત કૃષિ રાહત પેકેજ સહાયની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. લોક સુખાકારી ને પ્રાથમિકતા આપી સરળતા અને સહજતા સાથે માનવીય અભિગમ રાખી કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હિરાભાઈ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, બાંધકામ સમિતિના ચેરમેન મેરાભાઈ વિઠલાપરા સહિત વિવિધ સમિતિના ચેરમેનઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.




Latest News